Mahamanav Buddha ki Mahan Vidya - Vipassana ka Udgam Aur Vikas (गुजराती ) PDF
મહામાનવ બુદ્ધની મહાન વિદ્યા
વિપશ્યનાનો ઉદ્ગમ અને વિકાસ (Gujarati PDF Book)
છઠ્ઠી શતાબ્દી ઇ. પૂ. ઇતિહાસમાં ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આ એજ કાળ હતો જ્યારે એક માનવતાનો ઉપકાર કરનાર મહામાનવ પેદા થયો જેનું નામ ગૌતમ બુદ્ધ હતું. બુદ્ધે ધર્મપથની ખોજ કરી,મુક્તિનો માર્ગ જે પ્રકૃતિનો નિયમ છે તેને શોધી કાઢ્યો જેના પર ચાલીને માનવ વિશ્વજનીન દુ:ખથી મુક્ત થઇ શકે છે. ૪૫ વર્ષ સુધી એમણે ખૂબ કરુણાચિત્તથી લોકોને ધર્મ શીખવ્યો, એ ધર્મનો માર્ગ શીખવ્યો કે જેના પર ચાલીને દુ:ખથી મુક્ત થઇ શકાય છે. આજે પણ આ માર્ગ માનવતાની સહાયતા કરી રહયો છે અને આગળ ભવિષ્યમાં પણ કરતો રહેશે. જો બુદ્ધની શિક્ષા અને તેનો અભ્યાસ એટલે કે પરિયત્તિ અને પટિપત્તિને તેના શુદ્ધ રૂપમાં સુરક્ષિત રાખવામાં આવે.
આ પુસ્તકનો ઉદ્દેશ વિપશ્યના સાધના વિષે સંક્ષિપ્તમાં બતાવવાનો છે– જે બુદ્ધની શિક્ષાનો સાર છે. એમાં બુદ્ધના જીવનવૃતાંતો છે, એ લોકોની કહાણીઑ પણ છે જેમણે વિપશ્યનાનો અભ્યાસ કરી લાભ પ્રાપ્ત કર્યો. છ સંગયનોનું સંક્ષેપમાં વર્ણન ચિત્રોના માધ્યમથી અને વિપશ્યના આચાર્યોશ્રી શ્રુંખલાનું પણ વર્ણન છે.
ગ્લોબલ વિપશ્યના પેગોડાની ગેલેરીમાંથી લેવામાં આવેલ આ સુંદર ચિત્રોમાં આ બધી માહિતીઓ સંગ્રહિત છે.
વિપશ્યી સાધકો અને જે સાધક નથી એમના માટે આ એક આદર્શ પુસ્તક છે.